લોકસભા ચૂંટણી: સાતમા તબક્કાનું મતદાન પૂર્ણ, જાણો ક્યાં કેટલું થયું વોટિંગ

અંતિમ તબક્કામાં બિહારની 8, ઝારખંડની 3, મધ્ય પ્રદેશની 8, પંજાબની 13, પશ્ચિમ બંગાળની 9, ચંદીગઢની 1, ઉત્તરપ્રદેશની 13, હિમાચલ પ્રદેશની 4 સીટો પર વોટિંગ યોજાયું હતું.

ABP News Bureau Last Updated: 19 May 2019 06:10 PM
સાંજે 6 વાગ્યા સુધીમાં બિહારમાં 49.92%, હિમાચલ પ્રદેશમાં 66.18%, મધ્યપ્રદેશમાં 69.38%, પંજાબમાં 58.81%, ઉત્તર પ્રદેશમાં 54.37%, પશ્ચિમ બંગાળમાં 73.06%, ઝારખંડમાં 70.5%, ચંદીગઢમાં 63.57% વોટિંગ નોંધાયું છે.
સાતમા તબક્કામાં 7.27 કરોડ મતદારોએ મતાધિકારનો ઉપયોગ કર્યો હતો. જેમાંથી 3.47 કરોડ મહિલાઓ હતી.
સાતમા તબક્કામાં 7.27 કરોડ મતદારોએ મતાધિકારનો ઉપયોગ કર્યો હતો. જેમાંથી 3.47 કરોડ મહિલાઓ હતી.
સાંજે 5 વાગ્યા સુધીમાં બિહારમાં 46.75%, હિમાચલ પ્રદેશમાં 57.43%, મધ્યપ્રદેશમાં 59.75%, પંજાબમાં 50.49%, ઉત્તરપ્રદેશમાં 47.21%, પશ્ચિમ બંગાળમાં 64.87%, ઝારખંડમાં 66.64%, ચંદીગઢમાં 51.18% વોટિંગ નોંધાયું છે.

પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જીએ મતદાન કર્યું.
ભારતીય ક્રિકેટ ટીમના પૂર્વ કેપ્ટન સૌરવ ગાંગુલીએ દક્ષિણ કોલકાતા લોકસભા સીટ માટે બરિશા જનકલ્યાણ વિદ્યાપીઠ સ્કૂલમાં વોટિંગ કર્યું.
ભારતીય ક્રિકેટ ટીમના પૂર્વ કેપ્ટન સૌરવ ગાંગુલીએ દક્ષિણ કોલકાતા લોકસભા સીટ માટે બરિશા જનકલ્યાણ વિદ્યાપીઠ સ્કૂલમાં વોટિંગ કર્યું.
બપોરે 3 વાગ્યા સુધીમાં બિહારમાં 46.66%, હિમાચલ પ્રદેશમાં 49.43%, મધ્યપ્રદેશમાં 57.27%, પંજાબમાં 48.18%, ઉત્તરપ્રદેશમાં 46.07%, પશ્ચિમ બંગાળમાં 63.58%, ઝારખંડમાં 64.81%, ચંદીગઢમાં 50.24% વોટિંગ નોંધાયું છે.

ભટિંડાના તલવાંડી સાબોના પોલિંગ બુથ નંબર 122 બહાર બે જૂથ વચ્ચે અથડામણમાં એક વ્યક્તિ ઘાયલ.
ભટિંડાના તલવાંડી સાબોના પોલિંગ બુથ નંબર 122 બહાર બે જૂથ વચ્ચે અથડામણમાં એક વ્યક્તિ ઘાયલ.
બપોરે 2 વાગ્યા સુધીમાં બિહારમાં 36.20%, હિમાચલ પ્રદેશમાં 45.35%, મધ્યપ્રદેશમાં 46.32%, પંજાબમાં 38.69%, ઉત્તરપ્રદેશમાં 37.38%, પશ્ચિમબંગાળમાં 50.28%, ઝારખંડમાં 52.89%, ચંદીગઢમાં 37.50% વોટિંગ નોંધાયું છે.
સાતમા તબક્કાની 59 બેઠકો પર સવારે સાત વાગ્યાથી મતદાન ચાલી રહ્યુ છે. બપોરે એક વાગ્યા સુધી બિહારમાં 36.20 ટકા, હિમાચલ પ્રદેશમાં 39.43 ટકા, મધ્યપ્રદેશમાં 45.78 ટકા, પંજાબમાં 37.86 ટકા, યુપીમાં 36.75 ટકા, પશ્ચિમ બંગાળમાં 49.79 ટકા, ઝારખંડમાં 52.89 ટકા અને ચંદીગઢમાં 37.50 ટકા મતદાન થયુ છે.
બીજેપીના વરિષ્ઠ નેતા મુરલી મનોહર જોશીએ વારાણસીમાં મતદાન કર્યુ, વારાણસીમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી ઉમેદવાર છે. આજે ઉત્તરપ્રદેશમાં 13 બેઠકો પર મતદાન થઇ રહ્યુ છે.
પશ્ચિમ બંગાળમાં વૉટિંગ દરમિયાન હિંસા ફરી એકવાર હિંસાની તસવીરો સામે આવી છે, દમદમમાં મતદાન અધિકારીઓ રડી પડ્યા હતા. બંગાળમાં અનેક જગ્યાએ પર હિંસા ભભૂકી, મોટાભાગની જગ્યાઓએ ટીએમસી અને બીજેપી કાર્યકર્તાઓની વચ્ચે ઘર્ષણ જોવા મળ્યુ. દમદમમાં મતદાન અધિકારીઓ હંગામા બાદ રડી પડ્યા. આરોપ છે કે ટીએમસીના કૉર્પોરેટર તેમને ધમકી આપી હતી. આ બેઠક પરથી ટીએમસીએ સૌગત રૉયને ટિકીટ આપી છે. એક અધિકારી અનુસાર ઇવીએમમાં ગડબડી બાદ હિંસા ફાટી નીકળી હતી.
કેદારનાથમાં ધ્યાન-સાધના બાદ હવે પીએમ મોદી બદ્રીનાથના દર્શને

તૃમમૂલ કોંગ્રેસે ચૂંટણી પંચને ફરિયાદ કરીને કહ્યું છે કે, ચૂંટણી પ્રચાર પુરો થઇ ગયો હોવા છતાં વડાપ્રધાન મોદીનો કેદારનાથ અને બદ્રીનાથના કાર્યક્રમ સતત ટીવી પર બતાવવામાં આવી રહ્યો છે, જે ચૂંટણી આચાર સંહિતાનું ઉલ્લંઘન છે. આના પર તરત જ રોક લગાવવી જોઇએ.

સાતમા તબક્કામાં આજે 59ની બેઠકો માટે મતદાન ચાલી રહ્યું છે, શરૂઆતના બે કલાકમાં 11 ટકા મતદાન નોંધાયુ છે.

બિહારના મુખ્યમંત્રી અને જેડીયૂના અધ્યક્ષ નીતીશ કુમારે પ્રજ્ઞા ઠાકુરના નિવેદન પર કહ્યું કે આ પ્રકારના નિવેદનને હું સમર્થન નથી કરતો. એક વ્યક્તિએ શું કહ્યું તેના પર નિર્ણય લેવાનું કામ પાર્ટીનું છે. પ્રજ્ઞા ઠાકુરને પાર્ટીમાંથી કાઢવા પર વિચાર કરવો જોઈએ.
ભારતીય ક્રિકેટર હરભજન સિંહે પંજાબના જાલંધરના ગઢી ગામમાં મતદાન કર્યું. આજે પંજાબની 13 બેઠકો પર મતદાન થઈ રહ્યું છે.
ભારતીય ક્રિકેટર હરભજન સિંહે પંજાબના જાલંધરના ગઢી ગામમાં મતદાન કર્યું. આજે પંજાબની 13 બેઠકો પર મતદાન થઈ રહ્યું છે.

બિહારના મુખ્યમંત્રી નીતિશ કુમારે પટનામાં મતદાન કર્યું. મતદાન કર્યા બાદ નીતિશ કુમારા સાત તબક્કામાં ચૂંટણી યોજવાના નિર્ણય પર નારાજગી વ્યક્ત કરી. તેઓએ કહ્યું કે ઓછામાં ઓછા તબક્કામાં મતદાન થવું જોઈએ. સાથે તેઓએ કહ્યું બે તબક્કાની વચ્ચે લાંબુ અંતર ન હોવું જોઈએ અને ગર્મીની સીઝનમાં ચૂંટણી કરાવવી જોઈએ નહીં.
ઉત્તરપ્રદેશના ગોરખપુરમાં મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે મતદાન કર્યું. આ સીટ પર ભાજપે અભિનેતા રવિ કિશનને ટિકિટ આપી છે. જેનો મુકાબલો કૉંગ્રેસના મધુસૂદન ત્રિપાઠી અને સમાજવાદી પાર્ટીના રામ ભુઆલ નિષાદ સાથે છે.

સાતમા તબક્કામાં કુલ 918 ઉમેદવારો તેમનું નસીબ અજમાવી રહ્યા છે. કુલ 10.02 કરોડ મતદાર તેમના મતાધિકારનો ઉપયોગ કરશે. જેમાંથી પુરુષ મતદારો 5.27 કરોડ, મહિલા મતદારો 4.75 કરોડ અને ત્રીજી જાતીના 3,435 મતદારો છે. વોટિંગ માટે કુલ 1,12,986 પોલિંગ સ્ટેશન બનાવવામાં આવ્યા છે.

અંતિમ તબક્કામાં બિહારની 8, ઝારખંડની 3, મધ્ય પ્રદેશની 8, પંજાબની 13, પશ્ચિમ બંગાળની 9, ચંદીગઢની 1, ઉત્તરપ્રદેશની 13, હિમાચલ પ્રદેશની 4 સીટો પર વોટિંગ થઈ રહ્યું છે.

Background

નવી દિલ્હીઃ  લોકસભાના ચૂંટણીના સાતમાં અને અંતિમ તબક્કામાં 59 બેઠકો પર મતદાન પૂર્ણ થઈ ગયું છે.. અંતિમ તબક્કામાં વારાણસીથી વડાપ્રધાન નરેન્દ્ર મોદી ઉપરાંત કેન્દ્રીય મંત્રીઓ રવિશંકર પ્રસાદ, મનોજ સિન્હા, હરદીપ પુરી, હરસિમરત કૌર બાદલ, અનુપ્રિયા પટેલના ભાવિ પણ EVMમાં કેદ થઈ ગયા છે. 23મી મેના રોજ ચૂંટણી પરિણામ જાહેર થશે.

- - - - - - - - - Advertisement - - - - - - - - -

TRENDING NOW

© Copyright@2024.ABP Network Private Limited. All rights reserved.