Assembly Election Results: આંધ્રપ્રદેશમાં જગન રેડ્ડીનો સપાટો, ઓડિશામાં નવીન પટ્ટનાયક બનાવશે સરકાર

આંધ્રપ્રદેશ, અરુણાચલપ્રદેશ, ઓડિશા, સિક્કિમમાં વિધાનસભા ચૂંટણીની મગણતરી ચાલી રહી છે.

ABP News Bureau Last Updated: 23 May 2019 05:07 PM
આંધ્રપ્રદેશમાં વિધાનસભાની 175 બેઠકો છે. જેમાં વાયએસઆર કોગ્રેસ 150 બેઠકો પર આગળ છે. જ્યારે નાયડૂને લોકોએ પછાડ આપી છે. નાયડૂની પાર્ટીની તેલગૂ દેશમ ફક્ત 24 પર આગળ છે. લોકસભા ચૂંટણીની વાત કરવામાં આવે તો 24 પર વાયએસઆર કોગ્રેસના ઉમેદવાર લીડ કરી રહ્યા છે જ્યારે ટીડીપી એક બેઠક પર આગળ છે.

અરુણાચલપ્રદેશ વિધાનસભા ચૂંટણીમાં ભાજપે શાનદાર પ્રદર્શન કર્યું છે. 60 બેઠકો ધરાવતી વિધાનસભામાં બહુમત માટે 31 બેઠકો જોઇએ. જેમાં ભાજપ 42, કોગ્રેસ 9 અને એનપીપીએ 4 બેઠકો પર આગળ છે. જો પરિણામો વલણ અનુસાર આવ્યા તો ભાજપ સરકાર જાળવી રાખશે. કોગ્રેસ અને નેશનલ પીપલ્સ પાર્ટીને લોકોએ પુરી રીતે નકારી દીધા છે.
ઓડિશામાં મુખ્યમંત્રી નવીન પટનાયત પર પ્રજાએ વિશ્વાસ મુક્યો છે. ઓડિશામાં ફરીવાર બીજેડી સરકાર બનાવવા જઇ રહી છે. ઓડિશામાં 146 બેઠકોમાંથી 128 બેઠકોના વલણમાં 88 પર બીજેડી આગળ ચાલી રહી છે જ્યારે 27 પર ભાજપ આગળ છે. બીજેડીએ સત્તા પોતાના હાથમાં રાખી છે એટલું જ નહી લોકસભા ચૂંટણીમાં પણ પાર્ટી 14 બેઠકો પર આગળ ચાલી રહી છે.

32 વિધાનસભા બેઠકો ધરાવતા સિક્કિમમાં સિક્કિમ ડેમોક્રેટિક ફંટ 18 અને સિક્કિમ ક્રાંતિકારી મોરચો 14 પર આગળ છે. જો કોઇ મોટો ફેરબદલ નહી થાય તો મુખ્યમંત્રી પવન કુમાર ચામલિંગના હાથમાં સત્તા જળવાઇ રહેશે.

Background

નવી દિલ્હીઃ લોકસભા ચૂંટણીના પરિણામોની સાથે સાથે ચાર રાજ્યોની વિધાનસભા ચૂંટણીના પરિણામો પણ જાહેર કરવામાં આવી રહ્યા છે. આંધ્રપ્રદેશ, અરુણાચલપ્રદેશ, ઓડિશા, સિક્કિમમાં વિધાનસભા ચૂંટણીની મગણતરી ચાલી રહી છે. આંધ્રમાં નાયડૂને ઝટકો લાગ્યો છે તો જગનમોહન રેડ્ડીની પાર્ટી વાયએસઆરએ શાનદાર સફળતા મેળવી છે. જગનમોહન રેડ્ડીની પાર્ટીની સ્પષ્ટ બહુમત મળે તેવી સંભાવના છે. અરુણાચલપ્રદેશમાં ભાજપે શાનદાર પ્રદર્શન કર્યું છે. ભાજપ 60 બેઠકોમાંથી 42 બેઠકો પર આગળ છે. સિક્કમમાં 32 વિધાનસભા બેઠકોમાં 13 બેઠકો પર સિક્કિમ ડેમોક્રેટિક ફંન્ટ 18 અને સિક્કિમ ક્રાંતિકારી મોરચો 14 બેઠકો પર આગળ છે. ઓડિશામાં નવીન પટનાયક પર પ્રજાએ વિશ્વાસ મુક્યો છે અને ઓડિશામાં બીજેડી 88 પર આગળ છે.

- - - - - - - - - Advertisement - - - - - - - - -

TRENDING NOW

© Copyright@2025.ABP Network Private Limited. All rights reserved.