કોલકત્તા રૉડ શૉમાં બબાલ બાદ બોલ્યા અમિત શાહ- 'મમતાની TMCએ કરી હિંસા, મારા પર નોંધી FIR'

પ્રેસ કૉન્ફરન્સમાં અમિત શાહે કહ્યુ કે, હું મમતાજીને જણાવવા માગુ છુ કે તમે માત્ર 42 બેઠકો પર ચૂંટણી લડી રહ્યાં છે, જ્યારે બીજેપી આખા દેશમાં ચૂંટણી લડી રહી છે. જો બીજેપી હિંસા કરતી તો દરેક રાજ્યમાં હિંસા થતી

ABP News Bureau Last Updated: 15 May 2019 03:12 PM

Background

નવી દિલ્હીઃ પશ્ચિમ બંગાળની રાજધાની કોલકત્તામાં પોતાના રૉડ શૉ દરમિયાન હિંસા બાદ બીજેપીના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહે પ્રેસ કૉન્ફરન્સ કરી, પીસીમાં અમિત શાહે મમતા સરકાર પર હિંસા કરવાનો આરોપ લગાવ્યો છે.

અમિત શાહે કહ્યું કે, અત્યાર સુધી ચૂંટણીના 6 તબક્કા સમાપ્ત થઇ ચૂક્યા છે, આ 6 તબક્કામાં પશ્ચિમ બંગાળ સિવાય ક્યાંય પણ હિંસા નથી થઇ. આનો મતલબ સ્પષ્ટ છે કે, હિંસાનું કારણ માત્ર મમતા બેનર્જીની પાર્ટી તૃણમુલ કોંગ્રેસ છે. શાહે કહ્યું કે, ઇશ્વરચંદ્ર વિદ્યાસાગરની મૂર્તિ બીજેપીના કાર્યકર્તાઓએ નહીં પણ ટીએમસીના કાર્યકર્તાઓએ તોડી હતી.



પ્રેસ કૉન્ફરન્સમાં અમિત શાહે કહ્યુ કે, હું મમતાજીને જણાવવા માગુ છુ કે તમે માત્ર 42 બેઠકો પર ચૂંટણી લડી રહ્યાં છે, જ્યારે બીજેપી આખા દેશમાં ચૂંટણી લડી રહી છે. જો બીજેપી હિંસા કરતી તો દરેક રાજ્યમાં હિંસા થતી. મારા રૉડ શૉ દરમિયાન ત્રણ વાર હુમલા થયા. હિંસાને રોકવા માટે કોઇ વ્યવસ્થા ન હતી. કાલની ઘટના ચિંતાજનક છે.


અમિત શાહે કહ્યું કે, હિંસા દરમિયાન વિદ્યાસાગર કૉલેજનો ગેટ બંધ હતો તો પછી વિદ્યાસાગરજીની મૂર્તિ કોને તોડી? અંદર કોન ગયુ? જ્યારે બીજેપી કાર્યકર્તા રસ્તાંઓ પર હતા. આ જે હિંસા થઇ છે તે ટીએમસીના કાર્યકર્તાઓએ કરી છે.


મારા પર એફઆઇઆર નોંધવામાં આવી, મમતા દીદી અમે તમારી એફઆઇઆરથી નથી ડરતાં. અમારા 60થી વધારે કાર્યકર્તાઓનો જીવ તમારા ગુંડાઓએ લઇ લીધો છે, છતાં અમે અમારુ અભિયાન નથી રોક્યુ.



- - - - - - - - - Advertisement - - - - - - - - -

TRENDING NOW

© Copyright@2024.ABP Network Private Limited. All rights reserved.