વર્લ્ડકપ 2019 : ઇગ્લેન્ડે સાઉથ આફ્રિકાને 104 રને હરાવ્યું, આર્ચરની ત્રણ વિકેટ

ઇંગ્લેન્ડ અને સાઉથ આફ્રિકાના કેપ્ટન ટૉસ કરવા માટે મેદાનમાં આવ્યા, ફાક ડૂ પ્લેસીસે ટૉસ જીતીને ઇંગ્લિશ ટીમને પ્રથમ બેટિંગ માટે આમંત્રણ આપ્યુ હતુ

ABP News Bureau Last Updated: 30 May 2019 11:08 PM
સાઉથ આફ્રિકા સામે ઇગ્લેન્ડનો 104 રને વિજય થયો હતો. 312 રનના લક્ષ્યાંકનો પીછો કરવા ઉતરેલી સાઉથ આફ્રિકાની આખી ટીમ 39.5 ઓવરમાં 207 રન પર ઓલઆઉટ થઇ ગઇ હતી. ટીમ તરફથી સૌથી વધુ રન ક્વિન્ટન ડી કોકે (68) રન બનાવ્યા હતા. ડુસૈને 50 અને ફેહલુકવેઓએ 24 રનની ઇનિંગ રમી હતી. ઇગ્લેન્ડ તરફથી આર્ચરે સૌથી વધુ ત્રણ વિકેટ લીધી હતી.
વર્લ્ડકપ 2019ની પ્રથમ મેચમાં ઇગ્લેન્ડે સાઉથ આફ્રિકાને જીતવા માટે 312 રનનો પડકાર આપ્યો છે. ઇગ્લેન્ડ તરફથી બેન સ્ટોક્સ (89), ઇયોન મોર્ગન (57), જેસન રોય (54) અને જો રુટ (51)એ અડધી સદી ફટકારી હતી. ઇગ્લેન્ડે 50 ઓવરમાં આઠ વિકેટના નુકસાન પર 311 રન ફટકાર્યા હતા. સાઉથ આફ્રિકા તરફથી લુંગી એન્ગિડીએ ત્રણ વિકેટ ઝડપી હતી. જ્યારે ઇમરાન તાહિર અને રબાડાએ બે-બે વિકેટ ઝડપી હતી.
ઇગ્લેન્ડે 260 રન પર છઠ્ઠી વિકેટ ગુમાવી દીધી છે. મોઇન અલી લુંગી એનગિડીના બોલ પર ત્રણ રને આઉટ થયો હતો.
ઇમરાન તાહિરે કેપ્ટન મોર્ગનને 57 રને (60) માર્કરમના હાથમાં ઝીલાવી દીધો, આ સાથે આફ્રિકાને ચોથી સફળતા મળી હતી. ઇંગ્લેન્ડના ચારેય બેટ્સમેનોએ ફિફ્ટી ફટકારી હતી, ઇંગ્લેન્ડનો સ્કૉર 37 ઓવરમાં 4 વિકેટે 217 રને પહોંચ્યો
ઇંગ્લિશ ટીમે મજબૂત બેટિંગ કરતાં ટીમના સ્કૉરને 200 રનને પાર પહોંચાડી દીધો છે. રૉય અને રૂટની ફિફ્ટી બાદ કેપ્ટન મોર્ગને અને બેન સ્ટૉક્સે પણ ફિફ્ટી ફટકારી દીધી છે.
3 વિકેટ ગુમાવીને ઇંગ્લેન્ડનો સ્કૉર 35 ઓવરમાં 200 રને પહોંચ્યો છે. ઇયોન મોર્ગન 53 રન (56) અને બેન સ્ટૉક્સ 38 રન (41) રને રમતમાં છે.
ઇંગ્લિશ ટીમે મજબૂત બેટિંગ કરતાં સાઉથ આફ્રિકા સામે ટીમના સ્કૉરને 200 રનને પાર પહોંચાડ્યો છે. રૉય અને રૂટની ફિફ્ટી બાદ કેપ્ટન મોર્ગને પણ અર્ધશતક બનાવીને ક્રીઝ પર છે.
ઇંગ્લેન્ડના 150 રનને પાર, 27 ઓવરમાં 3 વિકેટ ગુમાવીને ઇંગ્લિશ ટીમે 158 રન બનાવ્યા, કેપ્ટન ઇયોન મોગર્ન 35 રન (27) અને બેન સ્ટૉક્સ 15 રને (24) ક્રીઝ પર.
23 ઓવરના અંતે ટીમનો સ્કૉર 3 વિકેટે 131 રન, કેપ્ટન ઇયોન મોગર્ન 13 રન અને બેન સ્ટૉક્સ 10 રને રમતમાં
ઇંગ્લેન્ડને ત્રીજો ઝટકો લાગ્યો, 111/3 રનના સ્કૉરે રૂટ આઉટ, રબાડાએ જૉય રૂટને 51 રને (59) ડ્યૂમિનીના હાથમાં ઝીલાવી દીધો
ઇંગ્લેન્ડને ત્રીજો ઝટકો લાગ્યો, 111/3 રનના સ્કૉરે રૂટ આઉટ, રબાડાએ જૉય રૂટને 51 રને (59) ડ્યૂમિનીના હાથમાં ઝીલાવી દીધો
જેસન રૉયને 54 રને (53) આફ્રિકન બૉલર ફેકલુકવાયોએ ડૂ પ્લેસીસના હાથે ઝીલાવી દીધો
આફ્રિકાના જાદુઇ સ્પીનર ઇમરાન તાહિરે ઇંગ્લેન્ડના ઓપનર જોની બેયરર્સ્ટોને શૂન્ય રને પેવેલિયન ભેગો કરી દીધો હતો.
આફ્રિકાના જાદુઇ સ્પીનર ઇમરાન તાહિરે ઇંગ્લેન્ડના ઓપનર જોની બેયરર્સ્ટોને શૂન્ય રને પેવેલિયન ભેગો કરી દીધો હતો.
આજથી ક્રિકેટનો મહાકુંભ આઇસીસી ક્રિકેટ વર્લ્ડકપની ઇંગ્લેન્ડ અને વેલ્સમાં શરૂઆત થઇ ચૂકી છે. પ્રથમ મેચ આજે યજમાન ઇંગ્લેન્ડની ટીમ સાઉથ આફ્રિકા સામે ઓવલના ઘરેલુ મેદાનમાં રમી રહી છે. સાઉથ આફ્રિકાએ મેચમાં ટૉસ જીતીને પ્રથમ ફિલ્ડીંગ કરવાનો નિર્ણય લીધો અને ઇંગ્લિશ ટીમને બેટિંગ માટે આમંત્રણ આપ્યુ હતુ.

ઇંગ્લેન્ડ અને સાઉથ આફ્રિકાના કેપ્ટન ઇયોન મોર્ગન અને ફાક ડૂ પ્લેસીસ ટૉસ કરવા માટે મેદાનમાં આવ્યા, ફાક ડૂ પ્લેસીસે ટૉસ જીતીને ઇંગ્લિશ ટીમને પ્રથમ બેટિંગ માટે આમંત્રણ આપ્યુ હતુ.
ઉલ્લેખનીય છે કે, ક્રિકેટના મહાકુંભ વર્લ્ડકપ 2019માં ક્રિકેટ જગતની 10 ટીમો ભાગ લઇ રહી છે. ક્રિકેટનો વર્લ્ડકપ ઇંગ્લેન્ડ અને વેલ્સના મેદાનો પર રમાશે.
ઉલ્લેખનીય છે કે, ક્રિકેટના મહાકુંભ વર્લ્ડકપ 2019માં ક્રિકેટ જગતની 10 ટીમો ભાગ લઇ રહી છે. ક્રિકેટનો વર્લ્ડકપ ઇંગ્લેન્ડ અને વેલ્સના મેદાનો પર રમાશે.
સાઉથ આફ્રિકન ટીમઃ- ફાક ડૂ પ્લેસીસ (કેપ્ટન), ડેવિડ મિલર, એડિન માર્કરમ, હાશિમ અમલા, રાસી વેન ડેર ડૂસૈન, ક્વિન્ટન ડી કૉક (વિકેટકીપર), કગિસો રબાડા, લુંગી અનગિડી, ઇમરાન તાહિર, ડેલ સ્ટેન, તબરેજ શમ્સી, જેપી ડ્યૂમિની, એડિલ ફેહુલકવાયો, ડ્વાન પ્રીટિરિયરસ, ક્રિસ મૉરિસ.
ઇંગ્લેન્ડ ટીમઃ- ઇયોન મોર્ગન (કેપ્ટન), મોઇન અલી, જોફ્રા આર્ચર, જોની બેયરર્સ્ટો (વિકેટકીપર), જૉસ બટલર, ટૉમ કુરેન, લિયામ ડૉસન, લિયામ પ્લન્કેટ, આદિલ રાશિદ, જો રૂટ, જેસન રૉય, બેન સ્ટૉક્સ, જેમ્સ વિન્સ, ક્રિસ વૉક્સ, માર્ક વુડ.

Background

નવી દિલ્હીઃ ઇંગ્લેન્ડ અને સાઉથ આફ્રિકાના કેપ્ટન ઇયોન મોર્ગન અને ફાક ડૂ પ્લેસીસ ટૉસ કરવા માટે મેદાનમાં આવ્યા, ફાક ડૂ પ્લેસીસે ટૉસ જીતીને ઇંગ્લિશ ટીમને પ્રથમ બેટિંગ માટે આમંત્રણ આપ્યુ હતુ

- - - - - - - - - Advertisement - - - - - - - - -

TRENDING NOW

© Copyright@2024.ABP Network Private Limited. All rights reserved.