PM મોદીએ કેદારનાથ મંદિરમાં કર્યા દર્શન, કાલે ભદ્રીનાથ જશે
વડાપ્રધાન મોદીની યાત્રાને લઈને સઘન સુરક્ષા માટે એસપીજી સાથે સ્થાનિક પોલીસ નૈતાન કરવામાં આવી છે. પીએમ મોદીની યાત્રાને લઈને શ્રદ્ધાળુઓમાં ભારે ઉત્સાહ છે.
ABP News Bureau
Last Updated:
18 May 2019 01:54 PM
Background
નવી દિલ્હી: લોકસભા ચૂંટણીના પ્રચાર પૂર્ણ થયા બાદ વડાપ્રધાન નરેન્દ્ર મોદી બાબા કેદારનાથના દર્શન કરવા કેદારનાથ પહોંચ્યા છે. તેઓ ગરુડચટ્ટીમાં સાધના બાદ ગુફામાં ધ્યાન કરશે. પીએમ મોદી દહેરાદૂના જોલીગ્રાન્ટ એરપોર્ટ પહોંચ્યા બાદ હેલિકોપ્ટર મારફતે કેદારનાથ પહોંચ્યા છે. પીએમ મોદી અહીં પહેલા કેદારનાથ મંદિરમાં વિશેષ પૂજા અર્ચના અને રુદ્રાભિષેક કરશે. વડાપ્રધાન મોદીના યાત્રાને લઈને સઘન સુરક્ષા માટે એસપીજી સાથે સ્થાનિક પોલીસ નૈતાન કરવામાં આવી છે. પીએમ મોદીની યાત્રાને લઈને શ્રદ્ધાળુઓમાં ભારે ઉત્સાહ છે.
ઉલ્લેખનીય છે કે 2017માં જ્યારે મંદિરના કપાટ ખુલ્યા હતા ત્યારે પીએમ મોદી પ્રથમ ભક્ત તરીકે બાબા કેદારનાથના દર્શન કરી રૂદ્રાભિષેક કર્યો હતા. તેના બાદ હવે તૈઓ ચોથી વખત કેદારનાથની મુલાકાતે ગયા છે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -