ગુજરાતની 26 સીટ પર ખીલ્યું કમળ, જાણો કોણ કેટલી સરસાઇથી જીત્યું
ગાંધીનગર સીટ પરથી ભાજપ અધ્યક્ષ અમિત શાહનો સાડા પાંચ લાખ કરતા વધુ વોટથી વિજય થયો હતો.
ABP News Bureau
Last Updated:
23 May 2019 11:37 PM
લોકસભા ચૂંટણીમાં ગુજરાતમાં 2014નું જ પુનરાવર્તન થયું હતું. 2014ની જેમ આ વખતે પણ રાજ્યની તમામ 26 બેઠકો પર ભાજપનો ભગવો લહેરાયો હતો. દેશની હાઇપ્રોફાઇલ બેઠક પૈકીની એક ગાંધીનગર સીટ પરથી ભાજપ અધ્યક્ષ અમિત શાહનો સાડા પાંચ લાખ કરતા વધુ વોટથી વિજય થયો હતો.
ગુજરાતની હાઇપ્રોફાઇલ બેઠક ગાંધીનગરથી અમિત શાહે કોંગ્રેસના સી.જે.ચાવડાને 5,57,014 રેકોર્ડ મતથી હરાવ્યા. 2014માં આ બેઠક પરથી અડવાણી 4,83,121 મતથી જીત્યા હતા.
રાજકોટ બેઠક પરથી ભાજપના મોહનભાઈ કુંડારિયાનો ભવ્ય વિજય થયો હતો. તેમણે કોંગ્રેસના ઉમેદવાર લલિત કગથરાને 3,68,407 મતથી હાર આપી હતી. 2014માં કુંડારિયાએ 2,46,428 મતથી જીત મેળવી હતી.
વડોદરા બેઠક પરથી રંજનબેન ભટ્ટે કોંગ્રેસના પ્રશાંત પટેલને 5,84,915 મતથી પછાડ્યા. 2014માં આ બેઠક પરથી નરેન્દ્ર મોદી 5,70,128 મતથી જીત્યા હતા. બાદમાં તેમણે વારાસણી બેઠક જાળવી રાખવાનો નિર્ણય કર્યો હતો. જેના કારણે આ બેઠક ખાલી પડી હતી અને પેટાચૂંટણીમાં રંજનબેન ભટ્ટનો વિજય થયો હતો.
નવસારી બેઠક પરથી સી.આર.પાટીલે જીતની હેટ્રિક લગાવી. પાટીલે કોંગ્રેસના ધર્મેશ પટેલને 6,89,668 મતના જંગી અંતરથી હાર આપી રેકોર્ડ સર્જ્યો. 2014માં પાટીલે 5,58,116 મતથી જીત મેળવી હતી.
સુરત બેઠક પરથી દર્શના જરદોશે જીતની હેટ્રિક લગાવી. કોંગ્રેસના અશોક અધેવાડાને 5,48,230 મતથી હરાવ્યા. 2014માં પણ 5,33,190 વોટથી દરદોશ વિજયી બન્યા હતા.
જામનગર સીટ પરથી પૂનમ માડમે મૂળુભાઈ કંડોરિયાને 2,36,804 મતથી પરાજય આપ્યો. 2014માં પૂનમ માડમે 1,75,289 મતથી જીત મેળવી હતી.
જૂનાગઢ બેઠક પરથી રાજેશ ચુડાસમાએ પૂજાભાઈ વંશને 1,50,185 વોટથી હરાવ્યા. 2014માં રાજેશ ચુડાસમાએ આ બેઠક પરથી 1,35,832 મતથી વિજય મેળવ્યો હતો.
પાટણ બેઠક પરથી કાળુસિંહ ડાભીએ કોંગ્રેસના જગદીશ ઠાકોરને 1,93,879 મતથી હરાવ્યા. 2014માં લીલાધર વાઘેલાની 1,38,719 મતથી જીત થઈ હતી.
છોટા ઉદેપુર સીટ પરથી ભાજપના ગીતાબેન રાઠવાએ કોંગ્રેસના રણજીતસિંહ રાઠવાને 3,77,943 વોટથી હાર આપી. 2014માં આ બેઠક પરથી રામસિંહ રાઠવાની 1,79,722 મતથી જીત થઈ હતી.
આણંદથી ભાજપના મિતેષ પટેલે કોંગ્રેસના ભરતસિંહ સોલંકીને 1,97,718 મતથી આપી હાર. 2014માં ભાજપના દિલીપ પટેલનો 63,426 મતથી વિજય થયો હતો.
સાબરકાંઠા બેઠક પરથી રાઠોડ દિપસિંહે કોંગ્રેસના ઠાકોર રાજેન્દ્રસિંહને 2,68,987 મતથી હરાવ્યા. 2014માં પણ દિપસિંહ રાઠોડે 84,455 મતથી વિજય મેળવ્યો હતો.
ભરૂચ બેઠક પરથી મનસુખ વાસાવાએ કોંગ્રેસના શેરખાન પઠાણને 3,34,214 મતથી પછાડ્યા. 2014માં મનસુખ વસાવાએ 1,53,273 વોટથી જીત મેળવી હતી.
બારડોલી બેઠક પરથી ભાજપના પ્રભુ વસાવાએ કોંગ્રેસના તુષાર ચૌધરીને 2,15,447 મતથી હાર આપી. 2014માં પ્રભુ વસાવાનો આ બેઠક પરથી 1,23,884 મતથી વિજય થયો હતો.
વલસાડમાં ડો.કે.સી.પટેલે કોંગ્રેસના ચૌધરી જીતુ ચૌધરીને 3,53,797 મતથી હાર આપી હતી. 2014માં આ બેઠક પરથી ડો. કે.સી.પટેલ 2,08,804 મતથી જીત્યા હતા.
કચ્છ બેઠક પરથી વિનોદ ચાવડાએ ફરી જીત મેળવી. ચાવડાએ નરેશ મહેશ્વરીને 3,05,513 મતથી હાર આપી. 2014માં વિનોદ ચાવડાએ 2,54,482 મતથી જીત મેળવી હતી.
અમદાવાદ પૂર્વ બેઠક પરથી હસમુખભાઈ પટેલે કોંગ્રેસના ગીતા પટેલને હાર આપી. 2014માં આ બેઠક પરથી પરેશ રાવલનો 3,26,623 મતથી વિજય થયો હતો. 2019માં તેમણે ચૂંટણી લડવાની અનિચ્છા દર્શાવી હતી.
બનાસકાંઠા બેઠક પરથી પરબત પટેલે કોંગ્રેસના પરથી ભટોળને હાર આપી. 2014માં હરિભાઈ ચૌધરીનો 2,02,334 મતથી વિજય થયો હતો.
અમરેલી બેઠક પરથી નારણ કાછડિયાએ વિપક્ષ નેતા પરેશ ધાનાણીએ હાર આપીને જીતની હેટ્રિક લગાવી. 2014માં કાછડિયાનો 1,56,232 મતથી વિજય થયો હતો.
ભાવનગર બેઠક પરથી ડો. ભારતીબેન શિયાળે કોંગ્રેસના પટેલ મનહરભાઈને હાર આપી. 2014માં ભારતીબેનનો 2,95,488 મતથી વિજય થયો હતો.
ખેડા બેઠક પરથી દેવુસિંહ ચૌહાણને બિમલ શાહને હાર આપી. 2014માં દેવુસિંહનો 2,32,901 મતથી વિજય થયો હતો.
અમદાવાદ પશ્ચિમ બેઠક પરથી ડો. કિરિટ સોલંકીએ રાજુ પરમારને હરાવ્યા. 2014માં કિરિટ સોલંકીનો 3,20,311 મતથી વિજય થયો હતો. 2009માં પણ સોલંકી વિજેતા બન્યા હતા.
દાહોદ બેઠક પરથી જશવંતસિંહ ભાભોરે કોંગ્રેસના દિગ્ગજ નેતા બાબુ કાટારાને હરાવ્યા. 2014માં ભાભોરે 2,30,354 મતથી જીત મેળવી હતી.
મહેસાણા સીટ પરથી શારદાબેન અનિલભાઈ પટેલે કોંગ્રેસના એ.જે.પટેલને હરાવ્યા. 2014માં મહેસાણા બેઠક પરથી જયશ્રીબેનનો 2,08,891 મતથી વિજય થયો હતો.
પંચમહાલ બેઠક પરથી રતનસિંહ મંગળસિંહ રાઠોડે કોંગ્રેસના વી.કે.ખાંટને હાર આપી. 2014માં ચૌહાણ પ્રભાત સિંહનો 1,70,596 મતથી વિજય થયો હતો.
પોરબંદર બેઠક પરથી ભાજપના રમેશ ધડુકે કોંગ્રેસના લલિત વસોયાને હાર આપી. 2014માં વિઠ્ઠલ રાદડિયાએ 2,67,971 મતથી જીત મેળવી હતી.
સુરેન્દ્રનગર બેઠક પરથી ડો. મહેન્દ્ર મુંજપરાએ કોંગ્રેસના દિગ્ગજ નેતા સોમા ગાંડા પટેલને હરાવ્યા. 2014મા આ બેઠક પરથી દેવજી ફતેપરા 2,02,907 મતથી જીત્યા હતા. પરંતુ 2019માં તેમની ટિકિટ કાપવામાં આવી હતી.
Background
અમદાવાદઃ લોકસભા ચૂંટણીમાં ગુજરાતમાં 2014નું જ પુનરાવર્તન થયું હતું. 2014ની જેમ આ વખતે પણ રાજ્યની તમામ 26 બેઠકો પર ભાજપનો ભગવો લહેરાયો હતો. દેશની હાઇપ્રોફાઇલ બેઠક પૈકીની એક ગાંધીનગર સીટ પરથી ભાજપ અધ્યક્ષ અમિત શાહનો સાડા પાંચ લાખ કરતા વધુ વોટથી વિજય થયો હતો.
- - - - - - - - - Advertisement - - - - - - - - -