IPL 2019 ફાઇનલઃ રોમાંચક મેચમાં મુંબઈએ ચેન્નાઈને 1 રનથી આપી હાર, ચોથી વખત જીત્યો ખિતાબ

મુંબઈ ઈન્ડિયન્સે ફાઇનલ મેચ જીતવા આપેલા 150 રનના લક્ષ્યાંક સામે ચેન્નાઈ 20 ઓવરમાં 7 વિકેટ ગુમાવીને 148 રન જ બનાવી શક્યું હતું.

ABP News Bureau Last Updated: 13 May 2019 03:31 PM

Background

હૈદરાબાદઃ આઈપીએલ 2019ની હાઈપ્રોફાઈલ ફાઈનલમાં આજે ચેન્નાઇ સુપર કિંગ્સ અને મુંબઈ ઈન્ડિયન્સ વચ્ચે મુકાબલો હતો. મેચમાં ધોનીના નેતૃત્વવાળી ચેન્નાઈ સુપરકિંગ્સને રોહિત શર્માની આગેવાની હેઠળની મુંબઈ ઈન્ડિયન્સે રોમાંચક મેચમાં 1 રનથી હાર આપીને ચોથી વખત ખિતાબ જીત્યો હતો.


 



 





મુંબઈ ઈન્ડિયન્સે ફાઇનલ મેચ જીતવા આપેલા 150 રનના લક્ષ્યાંક સામે ચેન્નાઈ 20 ઓવરમાં 7 વિકેટ ગુમાવીને 148 રન જ બનાવી શક્યું હતું. ચેન્નાઇ તરફથી ઓપનર શેન વોટસને 59 બોલમાં 80 રન બનાવ્યા હતા. ડુપ્લેસિસે 13 બોલમાં 26 રન ફટકાર્યા હતા. મુંબઈ તરફથી જસપ્રીત બુમરાહે 4 ઓવરમાં રન આપીને 2 વિકેટ ઝડપી હતી.

મેચમાં મુંબઈ ઈન્ડિયન્સના કેપ્ટન રોહિત શર્માએ ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરવાનો નિર્ણય લીધો હતો. મુંબઈએ 20 ઓવરમાં 8 વિકેટના નુકસાન પર 149 રન બનાવ્યા હતા. પોલાર્ડ 25 બોલમાં 41 રન બનાવી નોટ આઉટ રહ્યો હતો. મુંબઈના ઓપનરો રોહિત શર્મા (15 રન) અને ક્વિન્ટન ડી કોકે (29 રન) 4.5 ઓવરમાં 45 રનની પાર્ટનરશિપ કરી હતી. મુંબઈ તરફથી દિપક ચહરે 3, ઇમરાન તાહિર અને શાર્દૂલ ઠાકુરે 2-2 વિકેટ ઝડપી હતી.


 



 





મુંબઈની ટીમમાં એક બદલાવ કરવામાં આવ્યો છે. બંને ટીમો આ પ્રમાણે છે.


 



 





આઇપીએલના 12 વર્ષના ઈતિહાસમાં સૌથી વધુ ૩-૩ ટાઈટલ મુંબઈ અને ચેન્નાઈ જીતી ચૂક્યા છે અને આજની ફાઈનલની વિજેતા ટીમ સૌથી વધુ આઇપીએલ ટાઈટલ જીતવાનો રેકોર્ડ પોતાના નામે કરી દેશે.

આઈપીએલમાં બંને ટીમ વચ્ચે અત્યાર સુધીમાં 27 મેચ રમાઇ છે. જેમાં મુંબઈએ 16માં જીત મેળવી છે અને 11માં હાર થઈ છે. ચેમ્પિયન્સ લીગ ટી-20માં બંને ટીમ બે બે વખત સામસામે થઈ છે અને બંનેએ 1-1 મેચમાં જીત મેળવી છે.


 



 


 

- - - - - - - - - Advertisement - - - - - - - - -

TRENDING NOW

© Copyright@2024.ABP Network Private Limited. All rights reserved.