વર્લ્ડકપ 2019: ટીમ ઈન્ડિયાની વિજયી શરૂઆત, રોહિતના અણનમ 122 રન

ભારતીય કેપ્ટન વિરાટ કોહલીએ રવિન્દ્ર જાડેજા, દિનેશ કાર્તિક, વિજય શંકર અને મોહમ્મદ શમીને બહાર બેસાડ્યા હતા. સાઉથ આફ્રિકાએ એડન માર્કરમ અને લુંગી એનગીડીના સ્થાને હાશિમ અમલા અને તબરેજ શમ્સીને મોકો આપ્યો હતો.

ABP News Bureau Last Updated: 05 Jun 2019 10:56 PM

Background

રોહિત શર્માની અણનમ સદીની મદદથી ટીમ ઈન્ડિયાએ વર્લ્ડકપમાં પોતાની પ્રથમ મેચમાં દક્ષિણ આફ્રિકાને 6 વિકેટે હરાવ્યું હતું. 228 રનના લક્ષ્યાંકનો પીછો કરવા ઉતરેલી ટીમ ઈન્ડિયાએ 47.3 ઓવરમાં 4 વિકેટ ગુમાવી...More

રોહિત શર્માની અણનમ સદીની મદદથી ટીમ ઈન્ડિયાએ વર્લ્ડકપમાં પોતાની પ્રથમ મેચમાં દક્ષિણ આફ્રિકાને 6 વિકેટે હરાવ્યું હતું. 228 રનના લક્ષ્યાંકનો પીછો કરવા ઉતરેલી ટીમ ઈન્ડિયાએ 47.3 ઓવરમાં 4 વિકેટ ગુમાવી 230 રન ફટકાર્યા હતા. હિટમેન રોહિત શર્માએ પોતાની વનડે કેરિયરમાં 23મી સદી ફટકારી હતી. તેની સાથે જ તેમણે ભારતના પૂર્વ કેપ્ટન સૌરવ ગાંગુલીને પાછળ છોડી દીધો છે જેમના નામે 22 વનડે ઇન્ટરનેશનલ સદી છે.
ભારત તરફથી રોહિત શર્માએ અણનમ 122 રન ફટકાર્યા હતા. તે સિવાય ધોનીએ 34 અને લોકેશ રાહુલ 26, કોહલી 18 અને હાર્દિક પંડ્યાએ અણનમ 15 રન ફટકાર્યા હતા.