કોલકાતામાં હિંસા બાદ ચૂંટણી પંચની કડક કાર્યવાહી, પ્રચાર પડઘમ એક દિવસ પહેલા જ બંધ થશે

ચૂંટણી પંચે બંગાળમાં ગુરુવારે રાત્રે 10 કલાકથી જ ચૂંટણી પ્રચાર પર પ્રતિબંધ લગાવી દીધો છે. આ ઉપરાંત રાજ્યના મુખ્ય સચિવ અને ગૃહ સચિવને તેમના ચાર્જમાંથી મુક્ત કરી દેવામાં આવ્યા છે.

ABP News Bureau Last Updated: 16 May 2019 10:32 AM

Background

કોલકાતાઃ મંગળવારે કોલકાતામાં પશ્ચિમ બંગાળમાં અમિત શાહના રોડ શો બાદ થયેલી હિંસા બાદ આજે ચૂંટણી પંચે કડક કાર્યવાહી કરી હતી. ચૂંટણી પંચે બંગાળમાં ગુરુવારે રાત્રે 10 કલાકથી જ ચૂંટણી પ્રચાર...More

પશ્ચિમ બંગાળમાં અમિત શાહના રોડ શો વખતે થયેલી હિંસા મુદ્દે બીએસપી સુપ્રીમો માયાવતીએ આજે પ્રેસ કોન્ફરન્સ કરી હતી. તેણે કહ્યું કે, એક દિવસ પહેલા ચૂંટણી પ્રચાર પર રોક લગાવવી ખોટું છે. જો રોક લગાવવી જ હતી તો ગઇકાલથી જ લાગુ કરી દેવી જોઈતી હતી. આજે બંગાળમાં મોદીની 2 રેલી છે, તેથી રાત્રે 10 કલાકથી પ્રચાર પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. ચૂંટણી પંચ દબાણમાં કામ કરી રહ્યું છે.