જમ્મુ-કાશ્મીરના પુલવામામાં ત્રણ આતંકી ઠાર, એક જવાન શહીદ
સેના અને એસઓજીની સંયુક્ત ટીમને અહીંયા કેટલાક આતંકીઓ છુપાયા હોવાની ખબર મળી હતી. જે બાદ ગુરુવારે સવારે દલીપોરા વિસ્તારમાં ઘેરબંધી કરી સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું.
ABP News Bureau Last Updated: 16 May 2019 09:32 AM
Background
શ્રીનગરઃ જમ્મુ-કાશ્મીરના પુલવામામાં ગુરુવારે સવારે સુરક્ષાબળો અને આતંકીઓ વચ્ચે અથડામણ થઈ હતી. જેમાં ત્રણ આતંકીઓ ઠાર થયા હતા, જ્યારે એક જવાન શહીદ થયો છે. ઉપરાંત બે જવાન ઘાયલ થયા છે....More
શ્રીનગરઃ જમ્મુ-કાશ્મીરના પુલવામામાં ગુરુવારે સવારે સુરક્ષાબળો અને આતંકીઓ વચ્ચે અથડામણ થઈ હતી. જેમાં ત્રણ આતંકીઓ ઠાર થયા હતા, જ્યારે એક જવાન શહીદ થયો છે. ઉપરાંત બે જવાન ઘાયલ થયા છે. ઘટના બાદ પુલવામામાં સંચારબંધી લાગુ કરી દેવામાં આવી છે.પોલીસ અધિકારીના જણાવ્યા મુજબ, સેના અને એસઓજીની સંયુક્ત ટીમને અહીંયા કેટલાક આતંકીઓ છુપાયા હોવાની ખબર મળી હતી. જે બાદ ગુરુવારે સવારે દલીપોરા વિસ્તારમાં ઘેરબંધી કરવામાં આવી હતી. સુરક્ષા કર્મીઓ દ્વારા સર્ચ આપરેશન શરૂ કરવામાં આવતાં જ આતંકીઓએ ફાયરિંગ શરૂ કરૂ દીધું હતું.અથડામણમાં ત્રણ આતંકીઓને ઠાર કરવામાં આવ્યા છે. જ્યારે એક જવાન શહીદ થયો છે અને બે ઘાયલ થયા છે. ઘાયલોને આર્મી બેસ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. જ્યાં તેમની સારવાર ચાલી રહી છે.
= liveblogState.currentOffset ? 'uk-card uk-card-default uk-card-body uk-padding-small _box_shadow hidden' : 'uk-card uk-card-default uk-card-body uk-padding-small _box_shadow'">