અમદાવાદ: ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર-માધ્યમિક બોર્ડના વિદ્યાર્થીઓ માટે ખુશખબર મળી રહ્યા છે. ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા ધોરણ-10 વિદ્યાર્થીઓ માટે પરિણામની તારીખ જાહેર કરવામાં આવી છે.
ધોરણ-10ના બોર્ડના વિદ્યાર્થીઓ માટે આગામી 21મી મેના દિવસે પરિણામ જાહેર કરવામાં આવશે. બોર્ડના વિદ્યાર્થીઓ 21 મેના રોજ સવારથી GSEBની વેબસાઈટ પર જોઈ શકાશે.