પ્રેસ કોન્ફરન્સમાં PM મોદીએ કર્યો ફરી સરકાર બનાવવાનો દાવો, અમિત શાહે આપ્યા સવાલોના જવાબ

લોકસભા ચૂંટણીના પ્રચારના અંતિમ દિવસે ભાજપ અધ્યક્ષ અમિત શાહ અને વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પ્રેસ કોન્ફરન્સ સંબોધી હતી.

ABP News Bureau Last Updated: 17 May 2019 08:27 PM
મોદીએ કહ્યું કે, આ ચૂંટણી સકારાત્મક અને શાનદાર રહી છે. તે આ વખતે ચૂંટણી પ્રચાર કરી રહ્યા નહોતા પરંતુ લોકોનો આભાર માની રહ્યા હતા. મોદીએ કહ્યું કે, ચૂંટણી દરમિયાન આઇપીએલ, બોર્ડની પરિક્ષાઓ, રમઝાન અને નવરાત્રી એકસાથે ચાલી રહી છે. ભારત દુનિયાનો સૌથી મોટો લોકતંત્ર દેશ છે. વિશ્વને આપણે પ્રભાવિત કરવા જોઇએ.
વડાપ્રધાન મોદીએ કહ્યું કે, 17મે 2014 બાદથી ઇમાનદાર સરકારની શરૂઆત થઇ ગઇ હતી. 2014ની લોકસભા ચૂંટણીનો ઉલ્લેખ કરી કહ્યું કે, 16મેના પરિણામ આવ્યા હતા. 17 મે બાદ મોદી આવતાની સાથે ભ્રષ્ટાચારીઓને તેની કિંમત ચૂકવવી પડી હતી. સટ્ટા માર્કેટમાં ત્યારે કોગ્રેસનો રેટ 18 રહ્યો હતો અને ભાજપનો 75 હતો.
વડાપ્રધાન મોદીએ કહ્યું કે, દેશમાં એકવાર ફરી પૂર્ણ બહુમત સાથે બીજેપીની સરકાર બનશે. લાંબા સમય બાદ દેશમાં કોઇ પાર્ટી સતત બીજી વખત ચૂંટણી જીતીને આવી રહી છે.

શાહે કહ્યું કે, આખી દુનિયામાં ભારતનું સન્માન મોદી સરકારે વધાર્યું છે. ખેતી, સ્વાસ્થ્ય, સુરક્ષા, મહિલા, દલિત તમામને ધ્યાનમાં રાખીને મોદી સરકારે વિકાસ કર્યો છે. આ ચૂંટણીમાં મોંઘવારી અને ભ્રષ્ટાચાર મુદ્દો રહ્યો નથી. વિરોધીઓ પાસે બોલવા માટે આ ચૂંટણીમાં કાંઇ નથી.

અમિત શાહે કહ્યું કે, મોદી સરકારની યોજનાઓની અસર જમીન પર જોવા મળી રહી છે. દર 15 દિવસમાં એક યોજના શરૂ કરવામાં આવી છે. 133 યોજનાઓના માધ્યમથી લોકો સુધી ભાજપ પહોંચી છે. 50 કરોડ ગરીબો સુધી પહોંચવામાં ભાજપ સફળ રહી છે.

Background

નવી દિલ્હીઃ લોકસભા ચૂંટણીના પ્રચારના અંતિમ દિવસે ભાજપ અધ્યક્ષ અમિત શાહ અને વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પ્રેસ કોન્ફરન્સ સંબોધી હતી.  અમિત શાહે કહ્યુંકે, અંતિમ તબક્કાના મતદાન અગાઉ આ અંતિમવાર પ્રેસ કોન્ફરન્સ સંબોધિત કરવામાં આવી રહી છે. તેમની સાથે વડાપ્રધાન મોદી પણ હાજર છે.

- - - - - - - - - Advertisement - - - - - - - - -

TRENDING NOW

© Copyright@2024.ABP Network Private Limited. All rights reserved.